વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રમાં વિકાસનો નવો અધ્યાય : મોળા આંબા–બોપી પુલ માટે કુલ રૂ. 15 કરોડની મંજૂરી

વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્ર :
વલસાડ-ડાંગ લોકસભા મત વિસ્તારમાં ગ્રામ્ય સુવિધાઓ મજબૂત બનાવવા માટે માન. સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, જિલ્લા સંગઠન તથા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં વાંસદા તાલુકાના મોળાઆંબા થી ધરમપુરના બોપી ગામને જોડતો નવો પુલ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે. આ પુલ માટે અંદાજિત રૂ. 15 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ પુલની લંબાઈ આશરે 1 થી 1.2 કિમી રહેશે. વરસાદી મોસમમાં તાન નદી પરનો ડૂબાઉ કોઝવે પાર કરવો ખૂબ જ મુશ્કેલ બનતો હોવાથી ગામલોકોને લાંબી પરિક્રમા કરવી પડતી હતી. હવે આ પુલ બનવાથી સીધી સડકસુવિધા ઉપલબ્ધ થશે અને અવરજવર વધુ સરળ બનશે. સદર રસ્તા પરથી વાંસદા તેમજ મહારાષ્ટ્રથી આવતા ઘણા વાહનો પસાર થાય છે, અને ખૂબ જ ટ્રાફિક ભારણ હોવાથી સદર જગ્યાએ વધુ વરસાદના કારણે લો લેવાલના કોઝવે પર ઓવરટેપીંગ થતું હતું. જેના કારણે ચોમાસા દરમિયાન રસ્તો બંધ થઈ જવા પામતો હતો. જેથી આપાતકાલમાં એમ્બ્યુલન્સ જેવી અન્ય ઇમરજન્સી સેવાઓ ગ્રામજનો સુધી પહોંચવામાં વિલંબ થતો હતો. સદર રસ્તો આંતર રાજ્ય વ્યાપારનું આવન-જાવન થતું હતું તથા ખેત પેદાશો, નોકરિયાત વર્ગો તથા પશુ પાલન માટે અગત્યનો રસ્તો હોઈ આ પરથી મહારાષ્ટ્રથી આવતા ઘણા વાહનો પસાર થતા હતા. અને ખુબ ટ્રફિક ભારણ હોવાથી સદર જગ્યાએ આ મેજર પુલ બનવાથી ધરમપુર તથા વાંસદા તાલુકાના આજુ-બાજુના તેર (૧૩) ગામો અને મહારાષ્ટ્ર રાજયના સુરગાણા તાલુકાના ગામો થી બારેમાસ સીધા સંપર્કમાં રાખી શકાશે અને ખુબ જ ઉપયોગી થઈ શકશે.સરકારશ્રીના આ નિર્ણયથી વાંસદા અને ધરમપુર તાલુકાના ગામ લોકોને આશરે ૩૦ થી ૩૫ કિ.મી. ના અંતરનો ફાયદો થશે.

📌 ગ્રામજનોના પ્રતિસાદ:

મોળાઆંબા ગામના ખેડૂતો કહે છે, “અમને બજારમાં પાક લઈ જવામાં ઘણી અડચણ આવતી હતી. પુલ બનવાથી હવે સમય અને પૈસા બંનેની બચત થશે.”

બોપી ગામની મહિલા સંગઠનના સભ્યએ જણાવ્યું, “વરસાદમાં બાળકોને શાળા જવામાં મુશ્કેલી પડતી હતી. આ પુલ બાળકોના ભવિષ્ય માટે આશીર્વાદરૂપ થશે.”

સ્થાનિક વેપારીઓએ ઉમેર્યું, “અમે માલ લાવવાના વાહનને ફરતે લઈ જવું પડતું હતું. પુલ બનશે એટલે વ્યવસાય વધુ સરળ બનશે.”

સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ખાતરી આપી છે કે કામની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો પ્રયત્ન થશે.

વલસાડ-ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલના પ્રથમ કાર્યકાળમાં જ વિસ્તારનો વિકાસ વેગવંતો બન્યો છે તથા ધરમપુર વિધાનસભામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના કાર્યકાળમાં અનેક વિકાસ કાર્યો થયા છે, જેમાં રસ્તાઓનું વિસ્તરણ, શાળાઓનો વિકાસ, આરોગ્ય સુવિધાઓમાં વધારો વગેરેનો સમાવેશ થાય છે. હવે આ પુલનું બાંધકામ થવાથી વિસ્તારના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ કડી જોડાશે.

📍 આમ, મોળાઆંબા–બોપી પુલના બાંધકામથી માત્ર અવરજવર જ નહીં પરંતુ ગ્રામ્ય અર્થતંત્ર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં પણ નવી ગતિ આવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.