
વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સુધારણા(SIR) કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માએ જિલ્લાના મીડીયાકર્મીઓને પ્રેસ બ્રીફિંગ કર્ય
વલસાડ જિલ્લામાં ૫ વિધાનસભા વિસ્તારમાં ૨૦૨૫ ની મતદારયાદી મુજબ ૧૩, ૮૫, ૫૦૭ મતદારો નોધાયેલા છે
જિલ્લામાં તા. ૧૪ મી ડિસેમ્બર સુધી ૧૦૦ ટકા ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી
કુલ મતદારો પૈકી ૧૧,૫૯, ૧૧૦ મતદારો(૮૩.૬૬ % ) અને ૨,૨૬, ૩૯૭ મતદારો(૧૬.૩૪ % )
Uncollectable તરીકે માર્ક કરવામાં આવ્યા
જે મતદારો મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેવા કોઇ મતદાર પોતાનું નામ નોંધાવા ઇચ્છે તો તે તા. ૧૮ મી જાન્યુઆરી ૨૦૨૬ સુધી Form – 6 ભરી નોંધાવી શકશે.
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્માએ ભારતના ચૂંટણીપંચના નિર્દેશો અનુસાર તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ની લાયકાત તારીખના સંદર્ભમાં વલસાડ જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા( SIR – 2026) પ્રક્રિયાના ભાગરૂપે આજે તા. ૧૯ મી ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરી છે જેની જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયાકર્મીઓને વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ બ્રિફિંગ દ્વારા મુસદ્દા મતદારયાદી બાબતે જણાવ્યું હતુ;.
જિલ્લા કલેકટરશ્રીએ મતદારયાદીના મુસદ્દા બાબતે વિગતો આપતાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ૫ વિધાનસભા મતવિસ્તાર આવેલા છે. જેમાં વલસાડ, ધરમપુર(અ.જ.જા.), પારડી, કપરાડા (અ. જ. જા.), ઉમરગામ(અ. જ. જા.) ૨૦૨૫ ની મતદારયાદી મુજબ જિલ્લામાં કુલ ૧૩, ૮૫, ૫૦૭ મતદારો નોંધાયેલા છે. ચુંટણીપંચની ગાઇડલાઇન મુજબ એક મતદાન મથક પર ૧૨૦૦ થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનઃગઠન કરવામાં આવતા જિલ્લામાં હવે ૧૩૫૯ મતદાર મથકો વધીને ૧૫૪૪ મતદાન મથકો રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર SIR – 2026 અંતર્ગત Enumeration Form(EF) નું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તા. ૧૪ મી ડિસેમ્બરના રોજ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કુલ ૧૧,૫૯,૧૧૦ મતદારો(૮૩.૬૬ % ) દ્વારા ફોર્મ પરત જમા કરાવી ૧૦૦ ટકા ડિજીટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રકિયા દરમિયાન ૨,૨૬, ૯૩૭ મતદારો (૧૬.૩૪ % ) ને Uncollectable તરીકે માર્ક કરવામાં આવ્યા છે.
મુસદ્દા મતદારયાદીમાંથી જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે તો આવા મતદારો પોતાનું નામ પુનઃ નોંધાવા ઇચ્છે તો તે ૧૮ મી જાન્યુઆરી ૨૦૨૬ સુધી Form – 6 ભરી નોંધાવી શકશે. ફોર્મની પૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે. આ યાદી Valsad.nic.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાત ૧,૬૫, ૪૫૧ મતદારો(૧૧.૯૪ ટકા) No Mapping શ્રેણીમાં આવે છે જેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાં સમાવેશ કરવમાં આવ્યા છે પરંતુ તેઓને સંબધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ ઇશ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ તા. ૧૭ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.અરજીઓની ચકાસણી અને નિકાલ તા. ૧૦ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી પૂર્ણ કરવામાં આવશે. અને આખરી મતદારયાદી તા. ૧૭ મી ફ્રેબુઆરી, ૨૦૨૬ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.
આ પ્રેસ બિફ્રિગમાં જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીશ્રી હિમાંશુ સોલંકી, જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયાકર્મીઓ અને ચૂંટણીશાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આખરી મતદારયાદી તા. ૧૭ મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ પ્રસિધ્ધ કરાશે.
મતદારોની સુવિધા માટે ૧૨૭ વધારાના સહાયક મતદાર નોંધણી અધિકારીઓ(AERO) ની નિમણૂંક કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા BL0- BLA ના સહયોગ, મેગા કલેકશન કેમ્પ્સ યોજી વિશેષ પ્રયાસો હાથ ધરાશે.
Uncollectable તરીકે માર્ક કરવામાં આવેલા ૨,૨૬, ૯૩૭ મતદારો (૧૬.૩૪ % ) ની કેટેગરીવાઇઝ મતદારોની સંખ્યા
મૃત્યુ પામેલા મતદારો- ૪૭૨૨૭
ગેરહાજર મતદારો – ૩૯૧૦૦
કાયમી સ્થળાંતર થયેલ મતદારોઃ- ૧,૨૫,૪૮૮
અન્ય સ્થળ પર નોંધાયેલઃ- ૯૯૪૭
અન્ય કારણસર ફોર્મ પરત ન આવેલ હોય એવા મતદારોઃ- ૪૬૩૫