સંત શિરોમણિ પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતીની પારડી તાલુકાના ગોયમા ખાતે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. પૂ. જલારામ બાપાની જન્મજયંતી ભવ્યાતિભવ્ય જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની મંદિરે ભીડ જામી હતી. ગામમાં વિશાળ શોભા યાત્રા નીકળી હતી. શોભાયાત્રા બાદ સત્યનારાયણ કથા કરવામાં આવી હતી. સવારે જલારામ બાપાનું પૂજન અર્ચન કરી જલારામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
જલારામ બાપાની મી જન્મજયંતિ છે. ત્યારે ગોયમાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ.અહીં છેલ્લા 30 વર્ષથી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.ગામના યુવાનો વડીલો દ્વારા જલારામ બાપાની જન્મજયંતિ ઉજવણી ભારે જહેમત ઉઠાવી હતી