દિવાળી શુભેચ્છા સંદેશ
ધવલભાઈ પટેલ – સાંસદ, વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તાર
પ્રકાશના પર્વ દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ!
આ પર્વ અંધકાર પર પ્રકાશનો અને દુઃખ પર આનંદનો વિજય ઉજવે છે. આપણા જીવનમાં આશા, ઉત્સાહ અને સમૃદ્ધિનું નવુ પ્રકાશ ફેલાય એ જ દિવાળીની સચ્ચી ભાવના છે.
આ અવસરે હું વલસાડ-ડાંગના મહેનતુ ખેડૂત, શ્રમિક, યુવાનો અને બહેનોને અભિનંદન પાઠવું છું, જેમના પરિશ્રમથી આપણી ભૂમિ સતત વિકાસના માર્ગે આગળ વધી રહી છે.
ચાલો, આ દિવાળી સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરીને ઉજવીએ અને ‘વોકલ ફોર લોકલ’નો સંદેશ ઘેરઘેર પહોંચાડીએ. માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજીના આશીર્વાદથી આપના જીવનમાં આરોગ્ય, આનંદ, શાંતિ અને સમૃદ્ધિ વરસે — તેવી હાર્દિક પ્રાર્થના.
— ધવલભાઈ પટેલ
સાંસદ, વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તાર