
ધરમપુર, કપરાડા અને નાનાપોઢા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ‘મીડિયા’ના નામે પૈસાની ઉઘરાણી કરવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. કપરાડા તાલુકામાં નિયમિત રીતે ઈમાનદારીપૂર્વક પત્રકારત્વ કરતા માત્ર 8 જેટલા માન્ય અને કાર્યરત પત્રકારો હોવા છતાં, તેમની સામે કેટલાક પરપ્રાંતિય અને અન્ય વિસ્તારો માંથી 170થી વધુ લોકો પોતાને પત્રકાર, વેબ પોર્ટલ પ્રતિનિધિ, યુટ્યૂબ ચેનલ કે સોશિયલ મીડિયા રિપોર્ટર બતાવી વેપારીઓ, નાના ધંધાદારો ઉદ્યોગકારો ઈટ ના ભઠ્ઠીમાં ભંગાર માટી ખનન સ્કૂલોમાં અને સામાન્ય નાગરિકો પાસેથી ઉઘરાણી કરી રહ્યા હોવાની ચર્ચા ગરમાઈ છે.
સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં આલી-મવાલી, મોટા કૌભાંડી, ભંગારવાળા, હજામત, બુટલેગર અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેવા ગેરકાયદેસર ધંધાઓ સાથે જોડાયેલા કેટલાક તત્વોને હવે ‘મીડિયા’ એક નવો અને સહેલો ધંધો બની ગયો છે. કેમેરો, મોબાઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના આધારે લોકો પર દબાણ ઉભું કરી “સમાચાર છાપી દેવાની” કે “વિડિયો વાયરલ કરી દેવાની” ધમકી આપી ખુલ્લેઆમ પૈસા વસૂલવામાં આવી રહ્યા છે.
માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવા આવે છે. એમાં કેટલાક સ્થાનિક માણસો સામેલ કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં એ પણ તપાસ કરવામાં આવે કેટલીક માહિતી માંગવા આવી .
ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે યુટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ,વેબ પોર્ટલના નામે જિલ્લા તેમજ જિલ્લા બહારના લોકો આ તાલુકાઓમાં ફરીને ઉઘરાણી કરી રહ્યા છે. આ પ્રવૃત્તિના કારણે સાચા અને જવાબદાર પત્રકારોની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થઈ રહ્યું છે, તેમજ જનતા અને તંત્રમાં પણ મીડિયા પ્રત્યે વિશ્વાસ ઊભો થતો જાય છે.
ડાંગ, વાંસદા, કપરાડા અને ધરમપુર વિસ્તારમાં કાર્યરત સ્થાનિક માન્ય પત્રકારોએ આ બાબતે આવેદનપત્ર આપી ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે દિવાળી બાદ પણ ઉઘરાણીની પ્રવૃત્તિ અટકવાને બદલે વધુ તેજ બની છે. કેટલાક કિસ્સાઓમાં તો વેપારીઓ અને ગ્રામજનો ડરના કારણે મૌન રાખવા મજબૂર બન્યા છે.
પત્રકારોના જણાવ્યા અનુસાર, માહિતી અને પ્રસારણ વિભાગ, જિલ્લા પ્રશાસન, પોલીસ વિભાગ અને કલેક્ટર કચેરી દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તે અત્યંત જરૂરી છે. બિનઅધિકૃત રીતે મીડિયા નામે કામ કરતા લોકોની ઓળખ કરી તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેમજ સાચા પત્રકારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને ઓળખપત્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જો સમયસર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ પ્રકારની ઉઘરાણીની પ્રવૃત્તિઓ વધુ વ્યાપક બનવાની ભીતિ છે. તેથી વલસાડ જિલ્લામાં મીડિયા નામે થતી ખંડણી ઉઘરાણી પર અંકુશ લાવવા માટે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવાય તેવી સર્વત્ર માંગ ઉઠી રહી છે.

