ધોધડકુવા ગામની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં રમતોત્સવનું ભવ્ય આયોજન, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખેલભાવનાનો ઉમંગ

Published:

નાનાપોઢા તાલુકાના ધોધડકુવા ગામ સ્થિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં ભવ્ય અને સુવ્યવસ્થિત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાના આ આયોજનમાં બાળકોની શારીરિક, માનસિક અને સામાજિક ક્ષમતાઓને ઉજાગર કરવાનો મુખ્ય હેતુ રહ્યો હતો. રમતોત્સવના આ પ્રસંગે સમગ્ર શાળા પરિસરમાં ઉત્સાહ, આનંદ અને ખેલભાવનાનો માહોલ છવાઈ ગયો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે CRC ડૉ. વિલ્સન મેકવાન ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાળાની SMC સમિતિના સભ્યો પણ વિશેષ રીતે હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપપ્રગટ્ય સાથે કરવામાં આવી હતી, જેમાં મહિલા અધ્યક્ષ તેજલબેન એસ. પટેલે દીપ પ્રગટાવી રમતોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને રમતગમતના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને રમત દ્વારા શિસ્ત, એકતા તથા આત્મવિશ્વાસ વિકસે છે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો.

રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારની રસપ્રદ અને ઉત્સાહભેર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોળા ફેંક, કબડ્ડી, ત્રિપગી દોડ, ક્રિકેટ, લીંબુ-ચમચી, ડોજ બોલ, ૧૦૦ મીટર દોડ, દોરડા ખેંચ, સંગીત ખુરશી, શૂન્ય ચોકડી, ફુગ્ગા ફોડ, રિલે રન, રીંછ યુદ્ધ તેમજ બેલેન્સ રમત જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક રમતમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાનો પરિચય આપ્યો હતો.

શાળાના તમામ વિદ્યાર્થીઓએ કોઈ ભેદભાવ વિના ભાગ લઈ ખેલભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જીત અને હારને સમભાવથી સ્વીકારી વિદ્યાર્થીઓએ રમતોત્સવને યાદગાર બનાવ્યો હતો. રમતોના સંચાલનનું કાર્ય શાળાના શિક્ષકો દીપકભાઈ ભુસારા અને સંદીપભાઈ પટેલ દ્વારા ખૂબ જ સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. સાથે સાથે શાળાના રમતગમ્મત મંત્રીઓએ સહ-સંચાલક તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.

રમતોત્સવ દરમિયાન વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને Dr. વિમુખ પટેલના પરિવાર તરફથી ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના ચહેરા પર મળેલી સફળતાનો આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો. કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકો માટે સમૂહ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ખૂબ આનંદિત થયા હતા.
આ સમગ્ર સફળ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી સરિતાબેન તેમજ શાળા પરિવારના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવાં સર્જનાત્મક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હવે મારું ગુજરાતના સાચા

સમાચાર… બેધડક

તાજા સમાચાર આખો દિવસ

વાંચો ફ્રીમાં, માત્ર દિવ્ય ભાસ્કર એપ પર

QR કોડ સ્કેન કરીને દિવ્ય ભાસ્કર એપ

નિઃશુલ્ક ડાઉનલોડ કરો

👇👇👇👇👇👇👇👇👇
https://divya.bhaskar.com/TlgkscAUhYb

Related articles

Advertisements

spot_img

Recent articles

Advertisement

spot_img