News Title :
નેશનલ હાઇવે 56 પર વાજવડ બારી પાસે બસ અને ઇક્કો સાથે અકસ્માતની ઘટના





વાપી થી નાનાપોઢા નેશનલ હાઈવે નંબર 56 પર વાજવડ બારી પાસે ધરમપુર થી સાયલી એસ ટી બસ અને ઇક્કો કાર સાથે અકસ્માતમાં થયો.
વાજવડ બારી પાસે અકસ્માત થતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. બસમાં 5 મુસાફરો અને ઇક્કો કારમાં 4 વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું છે. બસ અને ઇક્કો કારમાં સવાર લોકોને સ્થાનિક લોકો દ્વારા મદદથી અંદરથી બહાર કાઢવામાં આવિયા હતા.આજુબાજુ લોકો દ્વારા ઘાયલોને 108 મારફત નાનાપોઢા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇક્કો 4 વ્યક્તિ ધરમપુરના હથિખાના વિસ્તાર ના હોવાનું જાણવા મળીયું છે.
Tag :