
ગુજરાત રાજ્યમાંથી 360 જેવા શિક્ષકો હાજર રહ્યા હતા.
જામડોલી રાજસ્થાન ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનુ રાષ્ટ્રીય કક્ષાનું નવમું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવેલ. જેમાં ભારતના 29 રાજ્યોનાં વિવિધ જિલ્લાઓમાંથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કોલેજ પ્રાધ્યાપકો, માધ્યમિક તથા પ્રાથમિક શિક્ષકો મળી 3500 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રિ દિવસીય નવમા અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં કર્મચારીઓના હિતને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી અને સરકાર સમક્ષ માંગણીઓ મુકવા માં માટેની વિવિધ ઠરાવો કરવામાં આવ્યા. અધિવેશન નું શુભારંભ તારીખ 5 ઓક્ટોબર 2025 ના દિવસે રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી આદરણીય ભજનલાલ શર્મા, ઉપ મુખ્યમંત્રીશ્રી પ્રેમચંદ બૈરવા અને શિક્ષણ મંત્રીશ્રી આદરણીય મદનલાલ દિલાવર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા, રાષ્ટ્રીય કાર્યકારણી સદસ્ય સુરેશભાઈ સોની, ઉપમુખ્યમંત્રી શ્રી દિયા કુમારી, તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ નારાયણ લાલ ગુપ્તા, મહામંત્રી ડો. ગીતા ભટ્ટ, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, સહ સંગઠન મંત્રી જી લક્ષ્મણ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરી, સરસ્વતી વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. રાજસ્થાન સરકારના મુખ્યમંત્રીશ્રી ભજનલાલ શરમાએ જણાવ્યું ભારત પ્રાચીનકાળથી ગુરુ શિષ્ય પરંપરાથી સમૃદ્ધ રહ્યું છે.
તેમજ યુજીસીના પૂર્વ ચેરમેન અને આઇઆઇટીના પ્રોફેસર એમ જગદીશ કુમાર દ્વારા કાર્યક્રમને અનુરુપ પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ગુજરાત રાજ્યના શિક્ષકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. આમ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ પ્રવચન અને પ્રદર્શન યોજાયું હતું આમ ત્રણ દિવસની અંદર કુલ 10 સત્રોમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું. અને આ સત્રોમાં વિવિધ મહાનુભાવો દ્વારા શિક્ષણ , શિક્ષક, અને સમાજને અનુરૂપ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
જે ખરેખર શિક્ષણ, સમાજ અને સેવા માટેના ઉત્તમ વિચારો સાથે માર્ગદર્શન મળેલ હતું. તેમજ વિવિધ રાજ્યોના શિક્ષકોને તેમની સેવા દરમિયાન થતી મુશ્કેલીઓ, સમસ્યાઓ અને તેમની રજૂઆતોની ચર્ચા કરવામાં આવી, શિક્ષકોના વિવિધ પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે જરૂરી ઠરાવો કરવામાં આવેલ. આમ ત્રિદિવસીય રાષ્ટ્રીય અધિવેશનને સફળ બનાવવા માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ આદરણીયશ્રી મિતેશભાઈ ભટ્ટ , સંગઠન મંત્રી સરદારસિંહ મચ્છાર, મહામંત્રી પરેશભાઈ પટેલ અને પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, અતિરિક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ (ગાંધીનગર) તથા પ્રાંત ટીમ દ્વારા ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવેલ.
આ નવમાં રાષ્ટ્રીય અધિવેશનમાં જામનગર જિલ્લામાંથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા અને શહેરમાંથી સાત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લાના અધ્યક્ષ રવીન્દ્રકુમાર પાલ, જિલ્લા સહમંત્રી દશરથસિંહ કેશુભા જાડેજા, જિલ્લા પ્રચાર મંત્રી ડો. ભાવેશભાઈ વ્યાસ તેમજ શહેરના અધ્યક્ષા મોતીબેન કારેથા, પૂર્વ સંગઠનમંત્રી રામગોપાલભાઈ મિશ્રા, શહેર ઉપાધ્યક્ષ રમેશભાઈ જાંબુસા, મહિલા ઉપાધ્યક્ષ પુષ્પાબેન કપુરિયા આ અધિવેશનમાં ઉપસ્થિત રહી વિવિધ મહાનુભાવો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મેળવ્યું હતું અને ધન્યતા અનુભવ્યા હતાં.