જૈસલમેર બસ દુર્ઘટનામાં કેવી રીતે જીવતા સળગી ગયા 20 લોકો? સામે આવી અંદરની વાત, પરિવારજનોનું દર્દ છલકાયું!

રાજસ્થાનમાં મંગળવારે મોડી સાંજે જેસલમેરથી જોધપુર જઈ રહેલી 57 મુસાફરોને લઈને જઈ રહેલી ખાનગી બસમાં 20 લોકોના દુઃખદ મોત થયા. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં કોઈને પણ બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. પ્રધાનમંત્રી કાર્યાલયે અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી.

સૂત્રો જણાવે છે કે બસની અંદર ફટાકડા હોવાને કારણે આગ ભડકી હતી. આગ ઝડપથી વધી ગઈ અને મૃત્યુઆંક વધતો રહ્યો.

બસની અંદર જ જીવતા સળગી ગયા 19 લોકો
બસની અંદર 19 લોકો ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા 17 મુસાફરોને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ વહીવટીતંત્રે જોધપુર પહોંચતા પહેલા તમામ તૈયારીઓ કરી હતી. ખાસ વોર્ડ ખાલી કરાવવામાં આવ્યા હતા અને દાઝી ગયેલા લોકોની સારવાર માટે ડોકટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.