આખરે જે ઘડીની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ગઈ કેમ કે, આવતીકાલે સવારે સાડા અગિયાર વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તમામ મંત્રીઓના રાજીનામા લઈ લીધા છે. નવા મંત્રીઓના નામ સાથેનો પત્ર આજ સાંજ સુધી અથવા આવતીકાલ સવાર સુધીમાં રાજ્યપાલને સોંપવામાં આવશે.
ત્યારે શું બન્યો દિવસ ભરનો ઘટના ક્રમ અને કયા ધારાસભ્યને મંત્રી પદ મળી શકે છે?
આવતીકાલે પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં ભવ્યાતી ભવ નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 26 જેટલા નવા મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. ગાંધીનગરમાં આજે તમામ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. જે બેઠક બાદ તમામ મંત્રીઓએ પોતાના રાજીનામાનો પત્ર મુખ્યમંત્રીને સોંપ્યો હતો. સૌ પ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ એક પછી એક મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા.
નવા મંત્રી મંડળમાં 26 સભ્યોને સ્થાન મળવાની શક્યતા છે. 12.39 કલાકે શુભ મૂહુર્તમાં નવા મંત્રીઓને 26 જેટલા ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવશે. ક્યા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
મંત્રીમંડળમાં કોની એન્ટ્રી?
1. અર્જૂન મોઢવાડિયા
બેઠક- પોરબંદર
2. અલ્પેશ ઠાકોર
બેઠક- ગાંધીનગર દક્ષિણ
3. જીતુ વાઘાણી
બેઠક- ભાવનગર પશ્ચિમ
4. મહેશ કસવાલા
બેઠક- સાવરકુંડલા
5. રિવાબા જાડેજા
બેઠક- જામનગર ઉત્તર
6. કેયુર રોકડિયા
બેઠક- સયાજીગંજ
7. બાળુ શુક્લ
બેઠક- રાવપુરા
8. મનિષા વકીલ
બેઠક- વડોદરા શહેર
9. જયરામ ગામીત
બેઠક- નિઝર
10. ઉદય કાનગડ
બેઠક- રાજકોટ પૂર્વ
11. નરેશ પટેલ
બેઠક- ગણદેવી
12. કેશાજી ચૌહાણ
બેઠક- દિયોદર
13. આર.સી.પટેલ
બેઠક- જલાલપોર
14. ડો. પ્રદ્યુમન વાજા
બેઠક- કોડિનાર
15. સંજય કોરડિયા
બેઠક- જૂનાગઢ
16. અનિરુદ્ધ દવે
બેઠક- માંડવી
17. પી.સી.બરંડા
બેઠક- ભીલોડા
18. પ્રકાશ વરમોરા
બેઠક- ધ્રાંગધ્રા
19. કાંતિ અમૃતિયા
બેઠક- મોરબી
સરકારી ગાડીઓ કરાઈ પરત
મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી, ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ સહિતના તમામ મંત્રીઓએ કાર્યાલય ખાલી કર્યા છે. તો સરકારી ગાડીઓ પણ પરત કરી છે.
શપથ ગ્રહણ સમારોહને લઈ તાડમાર તૈયારીઓ
આ તરફ શપથ ગ્રહણ સમારોહને લઈ મહાત્મા મંદિરમાં તાડમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ગાંધીનગર આવી પહોંચ્યા છે. જેઓ મોડી રાત સુધી બેઠકો યોજી શકે છે. તો આવતીકાલે યોજાનારા શપથ ગ્રહણ સમારોહને લઈ ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે કોનો મંત્રી મંડળમાં સ્થાન મળશે તેના પર હાલ સૌ કોઈની નજર મંડરાયેલી છે.