ગુજરાતમાં દાદા સરકારનું જમ્બૉ મંત્રીમંડળ, અહીં જુઓ તમામ 26 મંત્રીઓની યાદી

ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આજે સવારે 11.30 વાગે ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના થશે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યાજાશે, પરંતુ આ પહેલા અહીં તમામ 26 મંત્રીઓની યાદી સામે આવી ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

આ વખતે ગુજરાત સરકારનું વિશાળ મંત્રીમંડળ
શપથવિધિની તડામાર તૈયારીઓ વચ્ચે, મંચ પર 26 ખુરશીઓ ગોઠવવામાં આવી છે. કેમકે આ વખતે કુલ 26 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. આ વખથે ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ મોટું બન્યું છે. ગુજરાત વિધાનસભાના 182 સભ્યોમાં બંધારણીય નિયમ મુજબ મહત્તમ 27 મંત્રીઓ હોઈ શકે છે. અગાઉ મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ હતા. હવે, મુખ્યમંત્રી સહિત કુલ 26 મંત્રીઓનું નવું મંત્રીમંડળ બનશે.