વાર્ષિક ૨૦૨૫ – વિક્રમ સંવત ૨૦૮૧નું વિદાય વર્ષ અને નૂતન સંવત ૨૦૮૨નું આગમન
જ્યોતિઃ ભાવેશભાઈ જોષી પારડી અનુસાર વાર્ષિક રાશિફળ વિશ્લેષણ
વિક્રમ સંવત ૨૦૮૧ હવે વિદાયની વેળાએ છે. વર્ષ દરમિયાન અનેક સારા અને નરસા પ્રસંગોના સાક્ષી બનીને આ સંવત પોતાનું સ્થાન ઈતિહાસમાં ખોદી ગયું છે. હવે એક નવી આશા, નવી ઊર્જા અને નવી શરૂઆત સાથે વિક્રમ સંવત ૨૦૮૨ દસ્તક આપવા જઈ રહ્યું છે. કારતક સુદ એકમ, બુધવાર, ૨૨ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ, નૂતન વર્ષનો પ્રારંભ થશે. દરેક માટે આ નવું વર્ષ નવી તકો, પડકારો અને આશીર્વાદ લઈને આવી રહ્યું છે.
ચાલો જાણીએ કે નવા વર્ષમાં ૧૨ રાશિના જાતકો માટે કેવા સંકેતો અને ફળપ્રતિફળ રહશે.
Ad.
મેષ : (અ, લ, ઇ)
આ વર્ષ તમારા ધીરજ અને બુદ્ધિની કસોટી લેશે. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ પ્રયત્ન અને એકાગ્રતા જરૂરી રહેશે. ઉતાવળ કે અતિઉત્સાહ નુકસાનદાયક બની શકે છે. નાણાકીય બાબતોમાં વિલંબ શક્ય છે પરંતુ અંતે સફળતા હાથ લાગશે. ધીરજ રાખવાથી અને યોગ્ય સલાહ લેતા કામ સફળ થશે. ઇતર પ્રવૃત્તિઓમાં સમય અને નાણાંનો વ્યય ટાળવો. ગણપતિજી અને હનુમાનજીની આરાધના કરવાથી મનની સ્થિરતા અને ઉર્જા મળશે.
વૃષભ : (બ, વ, ઉ)
આ વર્ષ વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી છે. નવા સંપર્કો અને જૂના સંબંધો બંનેથી ફાયદો થવાની શક્યતા છે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. ધાર્મિક કાર્યો કે સેવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે, જેનાથી માનસિક શાંતિ વધશે. શિવજીની ભક્તિ અને રુદ્રજાપ કરવાથી સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે.
Ad.
મિથુન : (ક, છ, ઘ)
આ વર્ષ મિથુન જાતકો માટે આત્મવિશ્વાસ વધારનારું રહેશે. નાણાકીય રીતે વર્ષ અનુકૂળ છે. નોકરીમાં ઉન્નતિ કે નવી તક પ્રાપ્ત થશે. કુટુંબમાં આનંદ અને મેળાપનું વાતાવરણ રહેશે. નવા પરિચયથી લાભ શક્ય છે. યોજનાઓ સફળ થશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે. નારાયણ કવચનો પાઠ અને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી મનની શાંતિ મળશે.
કર્ક : (ડ, હ)
કર્ક રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેરણાદાયક છે. નવા કામની શરૂઆત કે પ્રવાસના યોગ બને છે. સંબંધોમાં મીઠાશ આવશે. ક્યારેક ભાવનાત્મક ઉથલપાથલ થઈ શકે, પરંતુ પરિવારના સહકારથી સમસ્યાઓ દૂર થશે. આરોગ્યમાં સુધારો જોવા મળશે. શિવ મંત્ર જાપ અને સોમવારે ઉપવાસ કરવાથી ફળદાયી પરિણામ મળશે.
Ad.
સિંહ : (મ, ટ)
સિંહ જાતકો માટે ધીરજ મહત્વપૂર્ણ રહેશે. કોઈ કામમાં વિલંબ થવાથી મનમાં ચિંતા ન કરો. ધીરજ અને સ્થિરતા રાખવાથી અંતે સફળતા મળશે. વાણીમાં મધુરતા રાખવી. ગેરસમજ ટાળવી. વેપાર ક્ષેત્રે ધીમે ધીમે વૃદ્ધિ થશે. હનુમાન ચાલીસા વાંચવી અને શિવ આરાધના કરવી શુભ રહેશે.
કન્યા : (પ, ઠ, ણ)
કન્યા રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્ર ફળદાયી છે. ઉતાવળ અને અતિચિંતા બંનેથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે નવી તક મળશે પરંતુ નિર્ણય લેતા પહેલાં વિચારવું જરૂરી છે. મન ક્યારેક બેચેન થઈ શકે છે, તેથી ધ્યાન અને પ્રાર્થના ઉપયોગી રહેશે. નારાયણ કવચનો પાઠ નિયમિત કરવાથી મન સ્થિર રહેશે.
તુલા : (ર, ત)
તુલા જાતકો માટે આ વર્ષ માર્ગદર્શન અને સહયોગનો છે. નવા સંબંધો અને જોડાણોથી લાભ થશે. જૂની કોઈ બાબત મનમાં ભાર રૂપ બની શકે છે, પરંતુ સકારાત્મક વિચારશૈલીથી સમસ્યા દૂર થશે. ધીરજ રાખીને ધ્યેય તરફ આગળ વધો. કુળદેવીની ભક્તિ અને પ્રાર્થના જીવનમાં શાંતિ લાવશે.
વૃશ્ચિક : (ન, ય)
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ સામાજિક પ્રતિષ્ઠા વધારવાનું છે. સેવા કાર્ય કે જનહિતના કાર્યમાં જોડાવાની તક મળશે. મુસાફરીના યોગ અનુકૂળ છે. નાણાકીય વ્યવહારમાં ચોક્સાઈ રાખવી જરૂરી છે. ગણેશજીના મંત્રોનો જાપ કરવાથી અવરોધો દૂર થશે અને સફળતા મળશે
ધન : (ભ, ફ, ધ, ઢ)
આ વર્ષ ધન રાશિના જાતકો માટે થોડી ધીમું શરૂ થશે પરંતુ અંતે સફળતા મળશે. કામમાં થાક અને વિલંબ જોવા મળી શકે છે. વાતચીતમાં સંયમ રાખવો, ગેરસમજ ટાળવી. આરોગ્ય બાબતે સાવચેત રહેવું. હનુમાન ચાલીસાનું પાઠ કરવો અને મંદિરમાં નિયમિત દર્શન કરવાથી શુભ ફળ મળશે.
મકર : (ખ, જ)
મકર રાશિના જાતકો માટે આ વર્ષ પ્રગતિ અને પરિવર્તનનું છે. યોગ્ય આયોજન અને સંયમ રાખવાથી વ્યવસાયમાં લાભ થશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. બજરંગ બાણના પાઠથી આત્મવિશ્વાસ વધશે અને મનમાં શાંતિ રહેશે.
કુંભ : (ગ, શ, સ)
આ વર્ષ કુંભ જાતકો માટે સ્વવિચાર અને સજાગતાનું છે. ફાલતુ ચર્ચા અને ઇતર પ્રવૃત્તિઓથી દૂર રહો. સમય અને નાણાં બંનેનું યોગ્ય સંચાલન જરૂરી છે. આરોગ્યમાં સામાન્ય તકલીફ થઈ શકે છે, પરંતુ ગંભીર નથી. શિવમંત્ર જાપ અને હનુમાન ચાલીસા વાંચવાથી સકારાત્મક ઉર્જા મળશે.
મીન : (દ, ચ, ઝ, થ)
મીન જાતકો માટે વર્ષ પરિવર્તન અને સુધારાનો છે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં ચોકસાઈ રાખવી. નાણાં બાબતે સાવચેતી રાખવી, ખર્ચમાં સંયમ રાખવો. નોકરી કે વ્યવસાયમાં બદલાવ સંભવિત છે. સવારે શિવ ભક્તિ અને રાત્રે હનુમાન ચાલીસા વાંચવાથી જીવનમાં સંતુલન અને આત્મશાંતિ મળશે.
🌸 ઉપસંહાર
વિક્રમ સંવત ૨૦૮૨ દરેક માટે નવી દિશા, નવી પ્રેરણા અને નવી આશાઓ લઈને આવી રહ્યું છે. ધીરજ, શ્રદ્ધા અને સંયમ રાખીને દરેક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરવો એ જ સફળતાનું મંત્ર છે. ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને માનવ સેવા – આ બંને જ માર્ગો નવું વર્ષ સુખમય બનાવશે.
“નવું વર્ષ આપ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવે, તેવી શ્રીહરિચરણોમાં પ્રાર્થના.”
✨ – જ્યોતિઃ ભાવેશભાઈ જોષી, પારડી ✨