ટ્રમ્પનો 100 દિવસનો એજન્ડા, 1.30 કરોડ લોકોને અમેરિકાથી તગેડી મૂકાશે! ટેરિફ વૉર શરૂ થશે

  • Update Time : 08:21:20 am, Friday, 8 November 2024
  • 39 Time View

100 Days Agenda Of America New President Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્ર પ્રમુખ બની ગયાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકન પ્રમુખની ચૂંટણી લીધી છે. તેઓ જાન્યુઆરી મહિનામાં પોતાનો ચાર્જ સંભાળશે. તેમણે પોતાની ચૂંટણી રેલીઓમાં 100 દિવસની યોજના જણાવી હતી. ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં પોતાની આક્રમક નીતિઓનો અમલ કરશે. તેઓ જો બાઈડેન શાસનના ઘણા નિર્ણયોને પલટી નાખવાની તૈયારીમાં છે. ટ્રમ્પ અર્થતંત્ર, વિદેશ નીતિ અને મોંઘવારી અંગે મોટા નિર્ણયો લેશે.

ટ્રમ્પની યોજનામાં ઈમિગ્રન્ટ્સનો મોટા પાયે દેશનિકાલ અને વિદેશી સામાન પર ભારે ટેરિફ સામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીઓ આ દિવસોમાં આદેશ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ આદેશો ટ્રમ્પના 100 દિવસના એજન્ડાને પૂર્ણ કરવામાં મદદ કરશે.

સામૂહિક દેશનિકાલ પર કામ

ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલા ઈમિગ્રેશન અને ઊર્જા નીતિમાં ફેરફાર કરશે. ટ્રમ્પે અમેરિકામાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો વાયદો કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ સૌથી પહેલા આના પર જ કામ કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ 2015થી ઈમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યા છે.

તેમણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 13 મિલિયનથી વધુ અપ્રવાસીઓનો સામૂહિક દેશનિકાલની વાત કહી છે. ક્રાઈમ રેકોર્ડ ધરાવતા વ્યક્તિઓને ટ્રમ્પ સૌથી પહેલા ડિપોર્ટ કરશે. તેઓ મેક્સિકો સાથે લાગતી અમેરિકન સરહદને પણ બંધ કરશે. 

ઊર્જા કિંમતો પર નિયંત્રણ

ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં ઊર્જાના ભાવમાં 50%નો ઘટાડો કરવાનો વાયદો કર્યો છે. 100 દિવસના એજન્ડામાં ટ્રમ્પ ઊર્જા અને જળવાયુ જેવા મુદ્દાઓ પર કામ કરશે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ડ્રિલ, બેબી, ડ્રિલ’નું સૂત્ર આપ્યું છે. તેનો અર્થ એ છે કે, તેઓ તેલનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરશે. 

ટ્રમ્પ બાઈડનના પર્યાવરણીય નિયમોને પલટી નાખવાની તૈયારી પણ કરી રહ્યા છે. ટ્રમ્પ પહેલા જ કહી ચૂક્યા છે કે, અમેરિકન ઓટોવર્કર્સ પર અત્યાચાર કરનારી તમામ બાઈડન નીતિને પાછી ખેંચી લઈશ. આ ઉપરાંત બાઈડનની જળવાયુ નીતિને પણ ખતમ કરી દઈશું. તેઓ જળવાયુ સબસિડીને ખતમ કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત તેલ, ગેસ અને કોલસા ઉત્પાદકોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે જેથી અમેરિકન માર્કેટમાં ઈંધણની કિંમતોમાં ઘટાડો લાવી શકાય.

આક્રમક વિદેશ નીતિ

ટ્રમ્પ પોતાના 100 દિવસના એજન્ડામાં અમેરિકાને પ્રાથમિકતા આપતી વિદેશ નીતિ લાગુ કરવાની વાત કરી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, હું સત્તા સંભાળતા પહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવશે. જો કે, એ તો સમય જ બતાવશે. પરંતુ ટ્રમ્પ યુક્રેનને આર્થિક મદદ આપવાના પક્ષમાં નથી.

ટ્રમ્પ નાટોમાં આર્થિક સહયોગ ન આપતા દેશોને પણ ધમકી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, જો કોઈ દેશ પર્યાપ્ત રકમનું યોગદાન નહીં આપે તો અમેરિકા તેની સુરક્ષા નહીં કરે. ટ્રમ્પ આ દિશામાં પણ કેટલાક મોટા પગલા પણ લઈ શકે છે.

બાઈડનના નિર્ણયોને પલટી નાખવા

ટ્રમ્પના 100 દિવસના એજન્ડામાં બાઈડનના નિર્ણયોને પલટાવી નાખવાનો સમાવેશ થાય છે. તેઓ ટ્રાન્સજેન્ડર યુવાનોની સુરક્ષા પાછી ખેંચી લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ પોતાના પાછલા કાર્યકાળની અધૂરી યોજનાઓ પર ફરીથી કામ શરૂ કરશે. ટ્રમ્પે વેક્સિન એનિવાર્યતાને પ્રોત્સાહન આપતી શાળાઓ માટે ફેડરલ ભંડોળમાં કાપની પણ ધમકી આપી છે.

જેક સ્મિથ પર એક્શન

ટ્રમ્પે પોતાના 100 દિવસમાં વિશેષ વકીલ જેક સ્મિથને બરતરફ કરવાની વાત કહી છે. જેકે ટ્રમ્પ વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા હતા. ટ્રમ્પે આ કેસમાં સંડોવાયેલા અન્ય ન્યાયાધીશો અને ફરિયાદી સામે કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

શરૂ કરી શકે છે ટ્રેડ વોર

ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વસ્તુઓ પર ભારે ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. તેમની યોજના પ્રમાણે તમામ ચીની વસ્તુઓ પર 60% અને મેક્સિકોથી આવનારા સામાન પર 25થી 200% સુધી ટેરિફ વધારવાની વાત કહી છે. જો એવું થયું તો વિશ્વમાં ટ્રેડ વોર શરૂ થઈ શકે છે. 

Tag :

Write Your Comment

Your email address will not be published. Required fields are marked *

Save Your Email and Others Information

About Author Information

Popular Post

નેશનલ હાઇવે 56 પર વાજવડ બારી પાસે બસ અને ઇક્કો સાથે અકસ્માતની ઘટના

ટ્રમ્પનો 100 દિવસનો એજન્ડા, 1.30 કરોડ લોકોને અમેરિકાથી તગેડી મૂકાશે! ટેરિફ વૉર શરૂ થશે

Update Time : 08:21:20 am, Friday, 8 November 2024