
નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ના આગમન નિમિત્તે 181-કપરાડા વિધાનસભાના ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરીએ જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે દિવાળી અને નૂતન વર્ષ એ આનંદ, ઉત્સવ અને નવી શરૂઆતનો સંદેશ આપે છે. આ પવિત્ર પર્વ આપણને જીવનમાં પ્રકાશ, પ્રેમ અને પ્રગતિના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે.
જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “નવા વર્ષની શરૂઆત નવા સંકલ્પો સાથે થવી જોઈએ. આપણે સૌએ એકબીજા પ્રત્યે પ્રેમ, એકતા અને સહયોગની ભાવના રાખવી જોઈએ. ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને યુવાશક્તિના સશક્તિકરણ માટે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો જ આપણી કપરાડા વિધાનસભા વિસ્તાર સાચા અર્થમાં વિકાસની નવી ઊંચાઈ સર કરશે.”
સ્વચ્છતા, હરિતાયન અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સક્રિય ભાગ ભજવી નવા વર્ષની શરૂઆત સકારાત્મક ઉર્જા સાથે કરે.
આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ સમસ્ત કપરાડા-ધરમપુર-વલસાડ જિલ્લાના નાગરિકો, કાર્યકરો, યુવાનો અને વડીલોને આશીર્વાદરૂપ શુભેચ્છા પાઠવી હતી કે આવતું વર્ષ સૌ માટે આરોગ્ય, આનંદ, સમૃદ્ધિ અને શાંતિ લાવે.
“આ નૂતન વર્ષ આપણા જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત લાવે એવી મારી હાર્દિક શુભકામના.”
– જીતુભાઈ ચૌધરી
પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી, ગુજરાત સરકાર
ધારાસભ્ય – 181 કપરાડા વિધાનસભા