ઉનાઈમાં લાભ પાંચમથી પ્રફુલભાઈ શુક્લની 886મી શ્રીમદ્દ ભાગવત કથા નો મંગલ આરંભ થશે !

માઁ ઉષ્ણ અંબા ઉનાઈ માતાજીના પવિત્ર પટાગણમાં લાભ પાંચમના શુભ દિવસે તા. 26/10/2025થી વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ ની 886મી શ્રીમદ્દ ભાગવત કથા નો ભવ્ય મંગલ આરંભ થવા જઈ રહ્યો છે. આ ધાર્મિક કથા GJ દેશી ન્યુઝ તથા વોઇસ ઓફ આદિવાસી (મીડિયા પાર્ટનર) ના સંયુક્ત આયોજન હેઠળ યોજાઈ રહી છે. કથા દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી યોજાશે.

આ પ્રસંગે સવારે 8 વાગ્યે ગીરીશભાઈ માતા પ્રસાદ જેસ્વાલ પરિવારના નિવાસસ્થાનેથી મંગલમય પોથી યાત્રા નીકળશે, જે ભક્તિ સંગીત અને ધ્વજવંદન સાથે માઁ ઉષ્ણ અંબાના મંદિરે પહોંચશે. ત્યાં પવિત્ર દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે, જે શ્રી ધવલભાઈ પટેલ (સાંસદ – વલસાડ-ડાંગ), ધર્માચાર્ય શ્રી પરભુદાદા (પ્રગટ પ્રગટેશ્વર ધામ – આછવણી) તથા શ્રી તારાચંદ બાપુ (દેવનારાયણ ગૌધામ – મોતા) ના આશીર્વાદી હસ્તે થશે.

કથા ના મુખ્ય યજમાન તરીકે શ્રી મહેશભાઈ બાબુભાઈ પાચીયા (મગદલ્લા – સુરત) રહેશે. જ્યારે નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા ગુજરાત રાધેશ્યામ પરિવારના પ્રમુખ શ્રી અશોકભાઈ ગજેરા દ્વારા સાત દિવસ સુધી તમામ શ્રોતાઓ માટે મહાપ્રસાદ (ભોજન) ની સેવા આપવામાં આવશે. પ્રથમ દિવસે પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ દ્વારા આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની ને પૂજ્ય પરભુદાદા અને શિવપરિવાર ની ઉપસ્થિતિમાં કથા દિક્ષા અપાશે.

કથા ના આચાર્ય તરીકે ઉનાઈ મંદિરના પૂજારી શ્રી રાકેશભાઈ દુબે સેવા આપી રહ્યા છે, જ્યારે આયોજનની જવાબદારી શ્રી હરીશભાઈ પરમાર સંભાળી રહ્યા છે. ભક્તો માટે આરામદાયક બેસવાની સુવિધા, લાઈવ પ્રસારણ, તેમજ પાર્કિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અવસરે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ નું ગુજરાત રાધેશ્યામ પરિવાર દ્વારા સન્માન પણ કરવામાં આવશે.

આયોજકોના જણાવ્યા મુજબ, માઁ ઉષ્ણ અંબાના સાનિધ્યમાં પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ પાચમી વાર ભાગવત કથા કરી રહ્યા છે, જે આદિવાસી ભૂમિ માટે ગૌરવની બાબત છે. ગામમાં ભક્તિ, સંગીત અને આધ્યાત્મિકતાનો માહોલ છવાયો છે.

વોઇસ ઓફ આદિવાસી ના એડિટર શૈલેષભાઈ પટેલ એ જણાવ્યું કે, “ઘણા વર્ષો બાદ આદિવાસી વિસ્તારના ભક્તોને પ્રફુલભાઈ શુક્લ જેવી ખ્યાતનામ વાણીનો લાભ મળી રહ્યો છે. સૌએ કથા શ્રવણનો લાભ લેવાની વિનંતી છે.”

આ કથાનો લાઈવ પ્રસારણ દરરોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી GJ દેશી ન્યુઝ – જિયો ટીવી ચેનલ નં. 4079 પર થશે, જેથી સમગ્ર દક્ષિણ ગુજરાતના ભક્તો પણ આ પવિત્ર કથાનો લાભ લઈ શકે.

આ રીતે લાભ પાંચમથી શરૂ થનારી આ ભાગવત કથા ઉનાઈની ધરતીને ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળતી બનાવશે.