આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પારડી વિધાનસભા વિસ્તારમાં બાલદા ગ્રામ પંચાયત ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ

પારડી તા. ૨૬ ઓક્ટોબર

આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પારડી વિધાનસભા વિસ્તારના બાલદા ગ્રામ પંચાયત ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી આ.શ્રી કનુભાઈ દેસાઈનું ગરમાગરમ સન્માન કરવામાં આવ્યું હતું.

Ad..

આ પ્રસંગે ગોઈમા ગ્રામ પંચાયતના સભ્ય શૈલેશકુમાર આર. પટેલ, પારડી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, ડહેલી તાલુકા પંચાયતના સભ્ય શૈલેશકુમાર એસ. પટેલ, ભાજપ અગ્રણી દિનેશભાઈ ગોઈમા તેમજ અરનાલાના આગેવાન હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે શૈલેશકુમાર પટેલે “આત્મનિર્ભર ભારત – સ્વદેશી જાગૃતિ” વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશની આર્થિક મજબૂતી માટે “હર ઘર સ્વદેશી – ઘરઘર સ્વદેશી” આંદોલનને દરેક નાગરિકે પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. ભારત દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓના ઉપયોગથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે અને રોજગાર સર્જાય છે.

આ અવસરે સ્વદેશી જાગૃતિ માટે ખાસ “હર ઘર સ્વદેશી” સ્ટીકરનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં સ્વદેશી મેળાઓ યોજી જનજાગૃતિ ફેલાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા. કાર્યક્રમનો અંત દેશપ્રેમના નાદ સાથે કરવામાં આવ્યો હતો.

LATEST Post