
🖋️ફાલ્ગુની વસાવડા -મદહોશી ( બોધકથા)
અત્યારે પૂરાં વિશ્વમાં 2026 નાં સ્વાગતની ધમાકેદાર તૈયારીઓ થઈ રહી છે, પશ્ચિમની વાત તો હજી સમજાય, પણ ભારત અને એમાં ગુજરાત પણ મોખરે છે. ખાસ કરીને યુવાનો ડિસેમ્બર આવતા જ 31/12 ની પાર્ટીનાં આયોજનમાં વ્યસ્ત થઈ જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે આવી પાર્ટીઓમાં યુવક યુવતી બહેકી જાય, એવી ખાણીપીણી અને અશ્લીલ સંગીતનું મનોરંજન પીરસવામાં આવે છે, અને ન થવાનું ઘણીવાર થઈ જાય છે! હવે એ યુગ તો રહ્યો નથી, કે આપણે યુવક યુવતીના મળવા પર પ્રતિબંધ મુકી શકીએ! પણ યુવાનીના નશામાં જ્યારે બીજો નશો ભળે અને જે ભૂલ થાય છે ! એની તરફ આંગળી ચીંધવાનો એક હેતુ ખરો! ટૂંકમાં આંધળું અનુકરણ ક્યારેક બહુ ખતરનાક ભૂલ કરાવે છે, અને એને સમયસર રોકી શકાય તો કેટલીય યુવતીઓનાં જીવન બરબાદ થતા બચી જાય! અને હા આ એક વાત આજના સમયમાં પણ એટલી જ જરુરી છે! કારણકે આવા કોઈ સંજોગોમાં યુવક યુવતીથી જો કોઈ ભૂલ થાય તો ભોગવવું તો યુવતીએ જ પડે છે, ભલેને એકવીસમી સદી કેમ ન ચાલતી હોય! આજે પણ 31/12 છે અને આવી કેટલીય પાર્ટી નું આયોજન આપણી આસપાસ થયું, એવું સાંભળવા મળશે. કેટલીય પ્રકારના એક્સિડન્ટ થશે! બરોબર એકાદ બે વીક પછી કે મહિના પછી કોઈ ખાનદાન ઘરની દિકરીની આત્મહત્યાના સમાચાર મળશે, અથવા છાનાંછપના એબોર્શન કરાવ્યાંની સમાજમાં ગુસપુસ થશે! ઘણીવાર તો યુવાનીનો નશો જાત પાત, વ્યવસાય, આવક, કે ઉંમર પણ જોતી નથી! તો આવો જ પણ કંઈક જુદી રીતે જાગૃત કરતો એક કિસ્સો.
માધવી એક સામાન્ય આવક ધરાવતા માબાપની દિકરી હતી, અને સદ્ધર આર્થિક ભવિષ્યના કંઈ કેટલાય અરમાનો સાથે એ શહેરમાં ભણવા આવી હતી! દિકરા દિકરીનાં પક્ષપાતી વલણ વાળા જૂની રુઢિ ધરાવતા ગામમાંથી શહેરમાં આવી હોવાથી, પહેલાં જીંદગીને થોડી માણી લેવી, પછી ભણવા પર ધ્યાન દઈશ એમ વિચાર્યું, પણ ઉછેર સાવ સામાન્ય હોવાથી અજાણ્યા
સાથે વાતચીત કરતાં ડર પણ લાગતો હતો! એનું ખિલખિલાતુ સૌંદર્ય, અકબંધ કૌમાર્ય, હિરણી જેવી ચંચળતા અને ગભરુંતા કેટલાંયને મદહોશ કરતી હતી, અને ફૂલ પર ભમરા મંડરાય એમ આજુબાજુ ફરતા હતાં. સાઈન્સ કોલેજમાં એક પ્રોફેસર મૌલિક મંડેલા પણ હતો! એનો ડોળો પણ માધવી પર મંડરાતો હતો. 35 આસપાસના પ્રોફેસરએ પહેલાં અક્ષરની પ્રશંસા કરી, પછી ક્લાસ વચ્ચે બહુ હોંશિયાર છો, એવી જાહેરાત કરી! વધુ ઉજ્જવળ પરિણામ માટે પોતાની ટિપ્સ ચબરખીમાં આપવાની શરૂઆત કરી, અને પછી નાની મોટી ભેટ, ચા, કોફી, સિનેમા, રેસ્ટોરન્ટ અને નજદીકી વધારવા આમ ઘર સુધીનો માર્ગ બનાવી લીધો.
ડિસેમ્બર એન્ડ ની આવી જ એક સંધ્યાએ પ્રોફેસર મૌલિક એ શહેરની પ્રતિષ્ઠિત ક્લબમાં 31/12ની ન્યુ યર પાર્ટીની બે ટિકિટ લીધી છે, એવી વાત કરી. માધવીએ શહેરની આવી પાર્ટી વિષે સાંભળ્યું હતું, એટલે એ ન્યુ યર પાર્ટી માટે બહુ જ એક્સઈટેડ હતી. પ્રોફેસર માધવી માટે એકદમ વેસ્ટન આઉટફીટ લઈ આવ્યા! એ પહેરીને બહાર આવી ત્યારે પ્રોફેસર તો ઠીક માધવી પણ ખુદ પર મોહિત થઈ ગઈ! એકદમ અપ્સરા જેવી લાગતી હતી!
બંને જણા ક્લબમાં પ્રવેશ્યા! પ્રોફેસર મૌલિક મંડેલા આજે ઘરેથી કંઈક નક્કી કરીને આવ્યાં હતાં, અને એને આજે કોઈ પણ કાળે માધવીને ભોગવવી હતી. મોનિકા માય ડાર્લિંગ… રંભા હો હો.. મેં નાચું તું નાચે.. જીગરમાં આગ લાગી.. મુન્ની બદનામ હુઈ તેરે લીયે..અને આવા એકપછી એક આઈટમ સોંગ પર યુવાની થિરકતી હતી, સોફ્ટ ડ્રીંક ને નામે દારુ પીરસાતો હતો, તો ક્યાંક ડ્રગ્સ લઈને આવેલા યુવાનો બહેકીને પોતાની સાથી મિત્ર સાથે અશ્લીલ હરકતો કરતા હતા, અને આ બધાંજ દ્રશ્યો સામે બેઠેલ એક વ્યક્તિ જોતો હતો, અને એ હતાં ક્રાઈમ બ્રાન્ચના બાહોશ ઇન્સ્પેક્ટર રઘુવીર ચૌધરી, એની નજર માધવી અને પ્રોફેસર મૌલિક પર હતી! એની અનુભવી નજરે જાણી લીધું હતું કે આજે આ પ્રોફેસરે ગભરું યુવતી પર બરોબરની જાળ બિછાવી છે. પ્રોફેસર સાથે ડાન્સ કરતી માધવીના ગ્લાસમાં સોફ્ટ ડ્રીંક ભરતાં પ્રોફેસરે કહ્યું કે આપણે આ ન્યુ યરને યાદગાર બનાવીશું, તું આ પીલે પછી મારી સાથે ચાલ.. શરાબ અને શબાબ બંનેનાં નશામાં ધૂત માધવી આંખો નચાવતી નચાવતી એની સાથે ચાલવા લાગી, અને બંને ક્લબના એક રુમમાં પ્રવેશ્યા.
સંગેમરમરની મૂર્તિ ને તરાશતા હોય એમ પ્રોફેસર મૌલિકનો હાથ માધવીના રુપાળા શરીર પર ફરતો હતો! માધવી એ સુંવાળા સ્પર્શનો અંજામ જાણતી નહોતી, એટલે એ પણ પુરુષનાં પ્રથમ સ્પર્શને માણીને ધીરેધીરે ઉત્તેજીત થઈ રહી હતી, એટલે પ્રોફેસરને કોઈ જબરજસ્તી કરવી પડે એમ નહોતું! પોતાનો દાવ જીતી ગયા જેવી લાગણી સાથે એ માધવીના હોઠો પર ચુંબન કરવા ઝૂક્યા, ત્યાં જ રૂમ સર્વિસ એમ બેલ વાગી! એણે ના પાડી, છતાં બેલ વાગવાનું ચાલું રહ્યું! ખોલીને એકવાર ના કહી દઉં! એમ વિચારીને રૂમનું બારણું ખોલ્યું અને ઇન્સ્પેક્ટર રઘુવીર ચૌધરી સિવિલ વેશમાં અંદર ઘુસી ગયા! અને પોતાનું કાર્ડ બતાવી પ્રોફેસરને એરેસ્ટ કરવા આગળ વધ્યા! પ્રોફેસર મૌલિક એ કહ્યું ઇન્સ્પેક્ટર આ યુવતી બાકિક નથી, અને એ પોતાની મરજીથી મારી સાથે આવી છે! ઇન્સ્પેક્ટર રઘુવીર ચૌધરીએ એક તીખી નજર માધવી પર નાખી! અને હવે એનો બધો જ નશો ઉતરી ગયો હતો! એને ખ્યાલ આવી ગયો કે પોતે આ લંપટ અને લાલચુ વરુ જેવા પ્રોફેસરની ગંદી જાળમાં ફસાતાં આબાદ બચી ગઈ છે. એ ત્વરાથી ઉભી થઇ ગઈ અને એણે કહ્યું ઇન્સ્પેક્ટર મારી જાણ બહાર મને આલ્કોહોલ પીવડાવવામાં આવ્યો અને એટલે હું તેની સાથે… એમણે એનાં માથે હાથ મુક્યો અને કહ્યું બહેન હમણાં તહેકીકાત થશે, હું નથી ઈચ્છતો કે તારી બદનામી થાય માટે વહેલામાં વહેલી તકે અહીંથી નીકળી જા, અને હવે ક્યારેય આવી ભૂલ કરતી નહીં! કારણકે દર વખતે આ ભાઈ તને બચાવવા આવી શકશે નહીં! માધવી એનાં પગે પડીને થેંક્યું મોટા ભાઈ. પાછળની લોબીમાં મારી એક વિશ્વાસુ વ્યક્તિ છે એ તને તારા ગામના ઘર સુધી મુકી જશે, અને હાં એક મહિના સુધી પાછી આવતી નહીં. પ્રોફેસરને પોલીસ કસ્ટડીમાં એની પરનો આરોપ સાબિત થાય તો સાત વર્ષની જેલ થશે! એવી બીક બતાવીને હવે પછી ક્યારેય આવું લફરું ન કરવાનું કહી છોડી મુક્યા! માધવી જેવી જ પોતાની બહેન રાખી પણ આવાં જ સેન્ડલનો શિકાર બની હતી, અને પોતે આરોપીને સજા કરાવવાનો આગ્રહ રાખ્યો એમાં બદનામ થઈ ગઈ અને આત્મહત્યા કરી લીધી,બસ ત્યારથી એ સમાજની બેન દિકરીઓને આ રીતે બચાવી લેતાં હતાં.
કેટલાંય દિવસે કેબીસીના સ્પેશલ વીકમા કુમાર મંગલમ વાળો એપિસોડ જોયો! એમાં એમણે કહ્યું કે ભારતના વિકાસને શબ્દોમાં કે આંકડામાં વર્ણવી શકાય નહીં,દેશ એવી તેજ ગતિએ વિકાસ કરી રહ્યો છે, અને પોતે એના સાક્ષી છે! ભારત પાસે સૌથી વધુ યુવાધન છે! અને આ યુવાનો માટે કેટલી બધી જોબ ઓપર્ચ્યુનિટી પણ છે! પરંતુ સફળતા માટે ક્યારેય કોઈ શોર્ટકટ નથી હોતો ! એવું એણે પોતાના સંતાનોને કહ્યું છે! એ વાત આજના યુવાનો એ ખાસ યાદ રાખવાં જેવી છે! યુવક હોય કે યુવતી, સમયે બધાંજ અનુભવો એને કરવાનાં જ છે! દરેકની જીંદગી એને શોર્ટકટર્નાં મોકા આપતી હોય છે, પણ એને ઓવર ટેક કરીને સીધા માર્ગે જવું જ હિતાવહ છે. આવી પાર્ટીઓ આપણી સંસ્કૃતિ નથી, કે છે! એમાં આપણે જવું નથી! પણ જીંદગીથી હાથ ધોઈ નાખવા પડે! એવું આંધળુંકીયુ ન કરાય! ઉપરાંત માતાપિતાની ઈજ્જત આબરુનું પણ વિચારવું જોઈએ. “સમજદાર કો ઇશારા કાફી હૈં”. જય હિન્દ.




