મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – દક્ષિણ ગુજરાત’નો શુભારંભ

admin

Published on: 01 May, 2026

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મંત્રીશ્રીઓ, દેશ-વિદેશના રોકાણકારો અને અગ્રણી ઉધોગપતિઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 13 માર્ચ 2026 ના રોજ સુરતના કટ ડાયમંડને સત્તાવાર રીતે GI ટેગ પ્રાપ્ત થયું છે, ત્યારે આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે ભારતીય ટપાલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ એક વિશેષ કવરનું વિમોચન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ આપતા વિવિધ MoU પણ સંપન્ન કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં 5380 એકરમાં 8 સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચમાં એક, વલસાડમાં ત્રણ, તાપીમાં એક, સુરતમાં બે અને નવસારીમાં એક, એમ કુલ આઠ સ્થળોએ અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ સાથે સ્માર્ટ GIDC આકાર લેશે, જેનાથી દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને ગતિ મળવાની સાથોસાથ રોજગારીની અનેક તકો સર્જાશે.